"I CAN" IS MORE IMPORTANT THAN "I.Q."

Thursday, January 24, 2013

” ચિંતા અને તણાવ પ્રત્યે …..”

“ચિંતા અને તણાવ પ્રત્યે …..”

“ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે શરીરનું  નૂર!

 ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.”

અથવા

‘ચિંતા બડી અભાગણી, ચિંતા સબકો ખા ગઈ,

 ચિંતા સબકા પીર, ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ-જ્ઞાન.’

માનવ  જીવનની મહામૂલી સફરમાં  ચિંતા અને અસ્વસ્થતાનો મારગ લેવાને  બદલે શાંતિ અને સ્વસ્થતાનો મારગ લેવો સલાહ ભરેલો છે, પસંદગી આપના ઉપર નિર્ભર રહે છે .
માનવ જીવનમાં કેટલાય એવા સંજોગ આવે છે,  અમુક એવી પરિસ્થિતિ જે વાદ વિવાદ ઉભા કરે છે, અને તેને કારણે મનની શાંતિ ડહોળાઈ જાય છે અને માનવી સખત ચિંતા અને ગ્લાનીનો અનુભવ કરે છે.  આર્થિક પ્રશ્નો, ભવિષ્યનું પ્લાનિંગ કે આર્થિક સુરક્ષા, કે પછી સંબંધમાં તણાવ ….  જેવા મુદ્દાઓ અને પ્રશ્નોને કારણે સતત ગમગીની અને તણાવ રહે છે. આવનાર પરિસ્થિતિ અંગેની ચિંતા કે કોઈ અજાણ વાતનો ડર મનને નબળું બનાવી ને અસ્વસ્થ કરી મૂકે છે .  ભવિષ્યમાં થઈ શકે એવું, સંભવનીય પરિસ્થિતિના વિચારો, ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓ, અને તેની વર્તમાન ઉપરની અસર, વિગેરે એવી વાતો છે જે તણાવ અને ગ્લાની પ્રેરનારા બની રહે છે …અને જો આવી લાગણીને ઉદ્દેશી તે અંગે કોઈ પગલા લેવામાં ના આવે તો તે અજ્ઞાત ડર અને વહેમનું કારણ બની અને જીવનનો આનંદ અભડાવી જાય છે.
તણાવનું સાચું કારણ એ છે, કે જીવનમાં એવી પરિસ્થિતિનો સામનો થાય છે જે અંગે તમે કશુંજ કરી નથી શકતા કે નથી તેને તમે બદલી  શકતા !   આપણાં જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ અને દરેક વ્યક્તિ ઉપર કાબુ ધરાવવો અશક્ય છે . દરેક સંજોગ અને સ્થિતિને બદલીને મચડીને સ્વયં ને માટે અનુકુળ બનાવવી શક્ય નથી . સ્વયંની લાગણીઓ અને ભાવનાઓ ઉપર પણ સંપૂર્ણ કાબુ ધરાવવો લગભગ અશક્ય છે આપણે એ પણ સ્વીકારવું જરૂરી છે.  માટે, જીવનમાં જ્યારે તમે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા હો ત્યારે, વ્યક્તિગત આદર્શ અને પોતાની લાગણીઓને અનુસરવાની કોશિશ કરો છો . પરંતુ જરૂરી નથી હોતું કે તમારી લાગણીઓ અને આદર્શ સાચાજ  હોય અને ધારેલા પરિણામ અપાવે !

જીવન કેટલું  સરળ હોત જો જીવન સફરમાં કોઈ એવો સાથી … કોઈ એવો ભોમિયો,  સાથે હોય જે સતત સાચો અને સરળ મારગ ચીંધે અને દરેક ચિંતા અને ઉપાધિની ઉપર પ્રભુત્વ મેળવી અને તણાવ અને ગ્લાનીમાંથી  બહાર કાઢી અને સંપૂર્ણ શાંતિ અને સ્વસ્થતાનો અહેસાસ આપે! એ સાથી છે આપણા અંતરમાં  બિરાજેલા પ્રભુજી !
“પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ નારાયણ દેવ, દયા કર દેવા દયા કરજે , મારી ચિંતાઓ અને ગ્લાની હરી લેજે , મને શાંતિ અને સ્વસ્થતા બક્ષી જે.  મારી ભૂલો માફ કરી અને મને સાચો રાહ ચીંધજે. પ્રભુ મને તારા ચરણોમાં સ્થાન આપજે.  શ્રદ્ધા ભક્તિ અને સદ્દબુદ્ધિ આપજે “

No comments:

Post a Comment