"I CAN" IS MORE IMPORTANT THAN "I.Q."

Saturday, October 27, 2012

પ્રેમ નો અનુભવ

કૃષ્ણ હોય કે પછી કોઈ પણ સામાન્ય માણસ પ્રેમમાં દરેક એક સરખું જ અનુભવે છે, મિલન ના અવસરે કદાચ અલગ અલગ રીતે તે પોતાનો પ્રેમ રજુ કરે છે પરંતુ વિરહની વેદના તો દુનિયાનો દરેક પ્રેમી 'આંસુ'ની ભાષામાં જ રજુ કરે છે. આજે મેં એક કવિતા સ્વરૂપે તેને રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે તમને બધાને પસંદ આવશે. હમેશની જેમ તેનો પ્રત્યુતર માટે આતુર રહીશ.

પેહલા હતો યમુનાનો કિનારો,
આજે છે કોલેજનો સહારો.

રેલાતા હતા વાંસળીના સુર,
વાગે છે ડી.જે. ભરપુર.

વનમાં રમાતી એ સંતાકુકડી,
રમે છે આજે સંગીત ખુરશી.

માટલું તોડીને ખાતા માખણનો લોંદો,
આજે ક્યારેક કોફી તો ક્યારેક કોકો.

હોળી અને વસંતોત્સવમાં થતા એ પ્રેમના નાચ,
આજે છે ફ્રેન્ડશીપ અને વેલેન્ટાઈન ખાસ.

મળવા માટે થતા માણસોના મેળા,
આજે કોફી કાફેમાં ઉભરતા ટોળા.

દરરોજ થતી એની રાસલીલા,
આજે થાય છે ડિસ્કો અંને દાંડિયા.

ત્યારે વિરહમાં એના રેલાતા હતા આંસુ,
આજે પણ 'નીશી.'ની આંખમાં છે એક આંસુ...!!!

No comments:

Post a Comment