* સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરશો અને સંબંધ તોડવામાં પણ ઉતાવળ ન કરવી સંબંધને ધીમે ધીમે વિકસવા દેવો.
* ક્રોધ કરવામાં કયારેય ઉતાવળ ન કરવી, લડાઈ- ઝઘડામાં પણ ઉતાવળ ન કરવી.
* કોઈ વિશે ઉતાવળે અભિપ્રાય ન બાંધવો કે ન જાહેર કરવો. ધીમે- ધીમે વ્યક્તિનું મૂલ્યાંકન કરતા રહેવું.
* ઉતાવળે વિશ્વાસ પણ ન કરવો અને ઉતાવળે શંકા કે અવિશ્વાસ પણ ન કરવો. અતિ
વિશ્વાસ ખતરનાક પણ નીવડીશકે એટલે ધીરે ધીરે, અનુભવને આધારે વ્યક્તિને
વિશ્વાસપાત્ર ગણવી.
* ઉતાવળે અમર બની જવાના ખ્વાબમાં ન રાચવું કે
ઉતાવળે સાહસિકતા ન દાખવવી. સમસ્યા, સંજોગો, પરિસ્થિતિ, પરિબળો અને સાધનોનું
મૂલ્યાંકન કરી નિર્ણય લેવો.
* સંજોગો વિપરીત હોય ત્યારે હિંમત હાર્યા સિવાય ધૈર્યપૂર્વક ઉચિત સમયની રાહ જોવી. બેબાકળા બનવું નહિ.
* કોઈએ કહેલી વાત ઉતાવળે સાચી માની લેવી નહીં. કોઈના પર ઉતાવળે કશો આક્ષેપ કરવો નહિ.
* પ્રેમ, મૈત્રી કે વિવાહમાં ઉતાવળ કરી પાછળથી પસ્તાવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી.
* ઉતાવળે કોઈને ગુરૂ ન બનાવવા કે ઉતાવળે કોઈના શિષ્ય ન બનવું
* કોઈ પ્રશંસા કરે એટલે ઉતાવળે ખુશ ન થવું કે ફૂલાઈ ન જવું પણ એવી પ્રશંસા કરવા પાછળનો ઉદ્દેશ તપાસી જવો.
* ઉતાવળે ન ખરીદી કરવી, ન વેચાણ કરવું, ઉતાવળે દેવું ન કરી બેસવું (વગર
વિચાર્યે) ઉતાવળે ન કોઈને નોકરીએ રાખવો કે ઉતાવળે તેને જાકારો આપવો. ઉતાવળે
ન પોલીસ ફરિયાદ કરવી કે ન ન્યાયાલયના દ્વાર ખટખટાવવા.
*જીંદગી મૂલ્યવાન છે, એને ઉતાવળે જીવી લેવાની લ્હાયમાં ધમપછાડા કરી જીંદગીની મૂલ્યવાન
ક્ષણોને વેડફી દેનારને કોઈ શાણો કહે. ખરું ?
* ઉતાવળે વિશ્વાસ પણ ન કરવો અને ઉતાવળે શંકા કે અવિશ્વાસ પણ ન કરવો. અતિ વિશ્વાસ ખતરનાક પણ નીવડીશકે એટલે ધીરે ધીરે, અનુભવને આધારે વ્યક્તિને વિશ્વાસપાત્ર ગણવી.
* ઉતાવળે અમર બની જવાના ખ્વાબમાં ન રાચવું કે ઉતાવળે સાહસિકતા ન દાખવવી. સમસ્યા, સંજોગો, પરિસ્થિતિ, પરિબળો અને સાધનોનું મૂલ્યાંકન કરી નિર્ણય લેવો.
* સંજોગો વિપરીત હોય ત્યારે હિંમત હાર્યા સિવાય ધૈર્યપૂર્વક ઉચિત સમયની રાહ જોવી. બેબાકળા બનવું નહિ.
* કોઈએ કહેલી વાત ઉતાવળે સાચી માની લેવી નહીં. કોઈના પર ઉતાવળે કશો આક્ષેપ કરવો નહિ.
* પ્રેમ, મૈત્રી કે વિવાહમાં ઉતાવળ કરી પાછળથી પસ્તાવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી.
* ઉતાવળે કોઈને ગુરૂ ન બનાવવા કે ઉતાવળે કોઈના શિષ્ય ન બનવું
* કોઈ પ્રશંસા કરે એટલે ઉતાવળે ખુશ ન થવું કે ફૂલાઈ ન જવું પણ એવી પ્રશંસા કરવા પાછળનો ઉદ્દેશ તપાસી જવો.
* ઉતાવળે ન ખરીદી કરવી, ન વેચાણ કરવું, ઉતાવળે દેવું ન કરી બેસવું (વગર વિચાર્યે) ઉતાવળે ન કોઈને નોકરીએ રાખવો કે ઉતાવળે તેને જાકારો આપવો. ઉતાવળે ન પોલીસ ફરિયાદ કરવી કે ન ન્યાયાલયના દ્વાર ખટખટાવવા.
*જીંદગી મૂલ્યવાન છે, એને ઉતાવળે જીવી લેવાની લ્હાયમાં ધમપછાડા કરી જીંદગીની મૂલ્યવાન
ક્ષણોને વેડફી દેનારને કોઈ શાણો કહે. ખરું ?
No comments:
Post a Comment